ફૂલોનો પ્રેમ એ આખા જગતને આપવા ચાલી
હવાનો હાથ ઝાલીને મહેક સૌની થવા ચાલી
મને પૂછો કે વ્રુક્ષો પર હતા એ પાંદડા ક્યાં છે ?
સમય પીળો હતો ત્યારે જ તોફાની હવા ચાલી
હતી એને ખબર કે આખરે ખારાશ મળવાની
નદી પર્વત થી ઉતરી તો'ય સાગર પામવા ચાલી
હતા નહિ રાગ અને વૈરાગ્ય મારા પ્રાણમાં ક્યારેય ?
છતાં શેનું હતું આ દર્દ અને શેની દવા ચાલી ?
સમય આવી ગયો ચાલો હવે આકાશ પહેરીલો
ક્ષણો કાતર બનીને જિંદગીને કાપવા ચાલી
-કુલદીપ કારિયા

જવાબ આપોકાઢી નાખોનદી પર્વત થી ઉતરી તો'ય સાગર પામવા ચાલી
....ખુબજ સુંદર